Sunday 31 October 2021

HAPPY HALLOWEEN

 HAPPY HALLOWEEN

In USA, people give too much importance to Halloween festival where most Native American decorate their home in Halloween theme. Halloween means holy evening or All Saints Day.

In the eighth century, All Saints Day was celebrated to honour saints. The eve of All Saints Day was called All Hallows Eve which then came to be known as Halloween.
The custom of trick-or-treating, in which children dress up in costume and solicit treats from neighbors, became popular in the United States in the early 20th century as Irish and Scottish communities revived the Old World custom of “guising,” in which a person would dress in costume and tell a joke, recite a poem, or perform some other trick in exchange for a piece of fruit or other treat. By trick-or-treating for candy had become one of Halloween’s most popular activities. Today, Halloween is one of the biggest holidays for candy sales in the United States….

Wednesday 27 October 2021

હેપ્પી બર્થડે મારા પ્રિય પપ્પા.

 હેપ્પી બર્થડે મારા પ્રિય પપ્પા.

આ પપ્પા એટલે ?​
પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?
ના ….
પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની
અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...
આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે
બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..
કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ
કર્યો જ નથી.
​"ખબરદાર જો આમ કર્યુ છે તો...​
​આવવા દે તારા પપ્પાને..​
​બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો​
​દરેક મા એ કયારેક ને કયારેક​ ​પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....​
​અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.​
​ઘણા કિસ્સાઓમાં તો પપ્પાની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં પપ્પા ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.​
બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ
પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.
કોઇ પપ્પા પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ઓફિસમાં ​ઓવર ટાઇમ કરતો પપ્પા આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે....​
​આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો પપ્પા ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ.....​
આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક સુવાક્ય..
​આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ....​
આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ..
​આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ...​
આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય....
આ પપ્પા એટલે આપણને કદિ યે પડી
ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...
​આખરે પપ્પા ઍટલે પપ્પા…બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધું જ...​
એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..
તમારા જન્મદિવસ પર, હું તમને સ્વસ્થ, સમૃદ્ધ, સારા જીવનની ઇચ્છા કરું છું.